વાછરડાએ માથું ઊલાળતાં ઈંટના ઘા માર્યા, રાહદારીએ ક્રૂરતાની હદ વટાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 14:53:45
  • Views : 392
  • Modified Date : 2021-01-06 14:53:45

     વાછરડાએ માથું ઊલાળ્યું અને રાહદારીએ અબોલ પશુ પર ક્રૂરતાની હદ વટાવી. પહેલાં તો હાથ પગથી લાતો મારી અને સંતોષ ન થયો તો ઈંટના ઘા મારી વાછરડાને ત્યાં જ પછાડી દીધું. આ શૉકિંગ CCTV ફૂટેજ પૂર્વ દિલ્હીના વિનોદનગર વિસ્તારના છે. અહીં ગલીમાંથી પસાર થઈ રહેલા રાહદારી પાછળ વાછરડાએ માથું ઊલાળ્યું હતું. આ સાથે જ રાહદારી વાછરડાને પાટું મારી મુક્કા મારવા લાગે છે. કાગળ અને થેલી ઉપાડી તે રિક્ષા પાસે જાય છે અને જોતજોતામાં ઈંટ ઊઠાવે છે. ઈંટ લઈને તે વાછરડા પર તૂટી પડે છે, એક પછી એક એમ પાંચ ઘા મારીને વાછરડાને ત્યાં જ પછાડી દે છે. ઈંટના ઘા માર્યા બાદ વાછરડાના શું હાલ થાય છે તે જોઈ શકાય છે. બેરહેમીપૂર્વક માથામાં ઘા મારતાં વાછરડું તરફડિયા મારવા લાગે છે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે એનિમલ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કમલસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

Download Our B K News Today App



Related News