ઉદ્યોગપતિએ શાળાને 45 લાખનું દાન આપ્યું; ખેડામાં છ દાયકા પહેલા અભ્યાસ કરતા શાળાનું ઋણ ચુકવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 11:11:28
  • Views : 302
  • Modified Date : 2020-12-21 11:11:28

બ્રિટીશ સરકારના આવ્યા પછી પ્રજાને અંગ્રેજી કેળવણી આપવાની તેમની ઈચ્છાને અનુસરી સરકારે ખેડા જિલ્લામાં પ્રથમ ખેડા ગામમાં એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ શરૂ કરી હતી. તેમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો. આ શાળા એટલે આજની એચએન્ડડી પારેખ હાઈસ્કૂલ. આ શાળા આજે 110 વર્ષની થઇ છે અને તેના જ પૂર્વ વિદ્યાર્થી અને આજના ઉદ્યોગપતિ નવનીત શાહના 45 લાખના માતબર દાનથી અદ્યતન ઓરડા બનાવવામાં આવ્યાં છે. ખેડાની એચ એન્ડ ડી પારેખ હાઇસ્કુલ અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા શાળાના 110મા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી અને હાલ પંથકમાં ઉદ્યોગપતિ તરીકે નામના ધરાવતા વડીલ નવનીતભાઈ શાહ કે જેમણે શાળાને અંગ્રેજી માધ્યમના નવા મકાન માટે 27 લાખ રૂપિયા અને ગુજરાતી માધ્યમ કે.જી વિભાગ માટે રૂપિયા 18 લાખ મળી કુલ 45 લાખ આપ્યાં હતાં.

આ રકમમાંથી એક જ વર્ષના ટૂંકા ગાળામાં બનેલા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના તમામ સભ્ય હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તબક્કે ખમીસાભાઈ સીંધી જે પણ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી. અને હાલ શાળાના ચેરમેન છે. ખેડામાં એક સદી પહેલા અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનારી આ સ્કૂલ આજે વટવૃક્ષ બની ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડામાં પાંચ ધોરણ હોવાથી મેટ્રીક યા સ્કૂલ ફાયનલ પરીક્ષા પાસ કરવા વિદ્યાર્થીઓએ નડિયાદ, અમદાવાદ કે વડોદરા વગેરે સ્થળોએ જવુ પડતું હતું. આ વાત મ્યુનિસિપાલીટીના લક્ષમાં હતી. તેથી 1895 ની સાલમાં એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં ધો.6 શરૂ કરવામાં આવ્યું હતું. ખેડાની આસપાસના 10થી 15 માઇલના વિસ્તારમાં હાઈસ્કૂલ ન હોવાથી ગામડાનાં બાળકો માટે છાત્રાલય શરૂ કરવામાં આવી હતી. 1914-15માં મુંબઈ સરકારના હસ્તક સર સાસુન ડેવિડ હોસ્ટેલ બાંધવામાં આવી હતી. તેથી લીંબાસી, ત્રાજ, માતર, મહેમદાવાદ, માંકવા, રઢુ, નવાગામ, નાયકા તથા અન્ય ગામોમાંથી બાળકો છાત્રાલયમાં રહી આ શાળામાં ભણતા હતાં.

Download Our B K News Today App



Related News