સીધીમાં 54 મુસાફરો ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી; 35 મૃતદેહો મળી આવ્યા; 45થી વધુ લોકોના મૃત્યુની આશંકા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-16 13:00:54
  • Views : 317
  • Modified Date : 2021-02-16 13:00:54

    મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. કેનાલમાંથી અત્યાર સુધી 35 મૃતદેહો કાઢવામાં આવ્યાં છે. બસમાં 54 મુસાફરો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો.

    એએસપી અંજુલતા પટલેએ કહ્યું હતુ કે 35 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના તમામ મુસાફરોના મોતની આશંકા છે. રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે લગભગ સાડા સાત વાગે અકસ્માત થયો હતોબસ સીધીથી સતના જઇ રહી હતી.પોલીસના જણાવ્યા મુજબ 32 લોકોને બસમાં બેસાડી શકાય તેમ હતા, પરંતુ તેમાં 54 મુસાફરો ભરવામાં આવ્યા હતા. બસને સીધર રસ્તે છુહિયા ઘાટી થઈને જવાનું હતું, પરંતુ અહીં ટ્રાફિકજામ હોવાને કારણે ડ્રાઇવરે રસ્તો બદલી નાંખ્યો હતો. તે નહેરના કાંઠેથી બસ લઈ જઇ રહ્યો હતો. આ રસ્તો એકદમ સાંકડો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું. ઝાંસીથી રાંચી જતો હાઇવે સતના, રીવા, સીધી અને સિંગરૌલી થઈને જાય છે. અહીંનો રસ્તો ખરાબ અને અધૂરો છે. આકારણે અહીં અવાર નવાર ટ્રાફિક જામ રહે છે.

    નૈકિનમાં તે પટના પુલ પાસે કેનાલમાં ખાબકી હતી. અકસ્માતનું કારણ હજી બહાર આવ્યું નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહ અકસ્માત અંગેની માહિતી મળતાની સાથે જ તેમણે સીધીમાં અધિકારીઓ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. તરવૈયાઓની ટીમ દ્વારા પણ બચાવ કામગીરી ચાલી ર્હઈ છે. કેનાલમાં પાણીનું વહેણ ભારે હોવાના કારણે ટીમે જળસ્તર ઓછું થવાની રાહ જોવી પડી હતી. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાણીના ભારે પ્રવાહના કારણે લોકો ઘટનાસ્થળેથી દૂર તણાઇ ગયા હોય શકે છે. જો કે હાલમાં બાણસાગર ડેમથી કેનાલનું પાણી રોકી દેવામાં આવ્યું છે. કેનાલની જળસપાટી ઘટાડવા માટે તેનું પાણી સિહાવલ કેનાલમાં તરફ વાળવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News