ઝાલોરમાં હાઈટેન્શન લાઈનની ઝપટમાં આવીને બસમાં લાગી આગ, 6 મુસાફરો જીવતા સળગ્યા; 36 દાઝ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:28:00
  • Views : 285
  • Modified Date : 2021-01-17 11:28:00

    રાજસ્થાનના ઝાલોરમાં શનિવારે મોડી રાતે ભયાનક દુર્ઘટનામાં 6 લોકોનાં મોત થયા. દુર્ઘટના એક બસના 11 કેવી (11 હજાર વોલ્ટ) હાઈટેન્શન લાઈનની ઝપટમાં આવવાથી થઈ. જેના પછી બસમાં આગ લાગી ગઈ. આ ઘટનામાં 36 અન્ય લોકો દાઝ્યા છે. જેમની સારવાર ચાલી રહી છે. આ તમામ જૈન સમાજના શ્રદ્ધાળુ છે, જેઓ બસમાં સવાર થઈને નાકોડા જૈન મંદિરના દર્શન કરીને બ્યાવર પરત આવી રહ્યા હતા.

    આ ઘટનામાં બ્યાવરના સોનલ, સુરભી, ચાંદ દેવી, અજમેરના રાજેન્દ્ર અને ડ્રાઈવર ધર્મચંદ જૈન તેમજ કન્ડક્ટરના મોત થયા છે. આ ઉપરાંત જયપુરના પ્રિયંકા, અજમેરના નિશા જૈન, બ્યાવરના શંકુતલા, અનૌસી, ભીલવાડાના શિલ્પા બાફના, બ્યાવરની સુનીતા, જયપુરના સીમા જૈન, રિતિકા અને શિલ્પા ઘાયલ છે.ઘટનાની માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં કરી હતી. ઘાયલોનો ઈલાજ ઝાલોર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને રિફર કરાયા છે.


Download Our B K News Today App



Related News