ડીસાના ભોપાનગર ખાતે આખલા એ બાળક ને લીધા અડફેટે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-05 12:20:46
  • Views : 283
  • Modified Date : 2021-07-05 12:20:46

      ડીસામાં કોઈ મોટી સમસ્યા હોય તો તે છે રખડતા ઢોરની સમસ્યા..ડીસા શહેરમાં જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરોની સમસ્યાનું નિરાકરણ હજી સુધી આવ્યો નથી અને જેના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે..છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો એટલો બધો ત્રાસ છે કે જેના કારણે અનેક માસુમ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આજે  ભોપાનગર ખાતે આવેલ પટણીવાસ નાળા પાસે બે આખલા વચ્ચેના યુદ્ધમાં 6 વર્ષનું બાળક કાર્તિક અશોકભાઈ વાઘેલા અડફેટમાં આવ્યું હતું.. જેના માથાના ભાગે ઘભીર ઇજા થતાં થઈ હતી..બાળકના પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બાળકને સારવાર માટે ડીસા સિવિલમાં શનિ રવિ ના રજા હોવાથી સિવિલમાં ડોકટર હાજર ન હોવાથી બાળકના પરિવાર ભણસાલી હોસ્પિટલમાં લઈ ગયા પણ ત્યાં પણ ડોકટર હાજર ન હોવાથી તે બાળકનો જીવ બચાવવા તેને પાટણ ખાતે આવેલ ધારપુર ખાતે સારવાર માટે ખસેડાયો હતો.બાળકનાં વાલી એ વધુ માં જણાવ્યુ હતું કે ડીસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ છે.જેથી નગરપાલીકા દ્વારા આખલા અને ગાયો રસ્તા પર રખડતી બંધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News