ભીલડી નજીક નાળાનું ઢાંકણ ખુલ્લો રહેતા આખલો અંદર પડ્યો : જીવદયા પ્રેમીઓએ બે કલાકની ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-25 10:46:02
  • Views : 232
  • Modified Date : 2021-06-25 10:46:02

     ભીલડી નજીકના ખેટવા ગામ પાસે નેશનલ હાઈવે નંબર ૨૭ પર પાણી નિકળવાના નાળાંના ઢાંકણા ખુલ્લા હોવાથી ગતરોજ એક આખલો અંદર પડી જતાં જીવદયા પ્રેમીઓની ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો..હાઇવે પર રખડતો એક આખલો નાળાંમાં પડી ગયો હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં અન્ય જીવદયાપ્રેમીઓની મદદથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો નાળામાં ઉતરી દોરડા બાંધી બે કલાકની ભારે જહેમત બાદ ટ્રેક્ટરના હાઇડ્રોલીકની મદદથી બહાર કાઢવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાઇવે પર પાણી નિકળવા માટે બનાવેલ ઠેરઠેર નાળાંના ઢાંકણા ખુલ્લા હોવાથી મુંગા પશુઓ અંદર પડી જવાના બનાવો બની રહ્યા છે ત્યારે હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહયો છે.

Download Our B K News Today App



Related News