ડીસામાં મિલકતના ઝઘડામાં ભાઈએ ભાઈનું અપહરણ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 11:29:54
  • Views : 209
  • Modified Date : 2022-06-11 11:29:54

 

ડીસા તાલુકાના વડાવળ ગામે મિલકત વહેંચણી ના ઝઘડામાં બાબતે મોટા ભાઈ નાના ભાઈનું અપહરણ કરી માર માર્યો હતો. ઝઘડામાં પોલીસે આવી જતા નાના ભાઈને છોડાવી મોટાભાઈની ગાડીની તલાશી લેતાં તેમાંથી દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવતા. પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.

 

    બનાસકાંઠા જિલ્લો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હત્યા,આત્મહત્યા અને અપહરણના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પૈસાની લેતી-દેતી અથવા તો નજીવી બાબતે સતત ગુનાહિત ઘટનાઓ રોજેરોજ સામે આવી રહી છે ત્યારે વધતી જતી ઘટનાઓને લઇ જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વારંવાર બનતી આવી ગુનાહિત ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લાવાસીઓમાં કરી રહ્યા છે.

 

- મિલકતની વહેંચણી માટે ભાઈ ભાઈનું અપહરણ કર્યું

 

 પાલનપુર જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં વડાવલના ગોકુલ સૈનીએ ફરીયાદ  વર્ધિ લખાવી હતી કે ડીસા માર્કેટ યાર્ડ પાછળ પ્રીતમ નગર ખાતે રહેતા જયેશ ચંદ્રકાંતભાઈ સૈની અને તેમના ભાઈ વિપુલ ચંદ્રકાંતભાઈ સૈની વચ્ચે વડાવલ ખાતે હોટલ શિવ  પાછળ આવેલી જગ્યા બાબતે ઝઘડો થયો છે અને જયેશભાઈ વિપુલ ને તેમની કારમાં અપહરણ કરી રાધનપુર તરફ લઈ ગયા છે. જેથી કંટ્રોલરૂમમાંથી ભીલડી પોલીસને જાણ કરતાં ભીલડી પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી એને વડાવલ નજીક જણાવેલ ગાડીને અટકાવી તપાસ કરતા તેમાં વિપુલ સૈનીને મારમારેલો તેમજ લોહીલુહાણ જણાતા પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મારા ભાઈ  જયેશ સૈની તેમ મારા મામાનો દીકરો મનીષ જગદીશપ્રસાદ  સૈની રહે.પાટિયાળી, તા કાલાગંજ, જી. એટા, ઉત્તર પ્રદેશ તેમજ બીજા બે શખ્સોએ વડાવલ  શિવ હોટલ પાસે માર માર્યો,બાદમાં  મારો ભાઈ જયેશ મને કારમાં નાખી ક્યાંક લઈ જતો હતો. જ્યારે મનીષ સૈની અને બીજા શખ્સો નાસી ગયેલ છે. પોલીસ ઘાયલ વિપુલને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે મોકલ્યો હતો.

 

- પોલીસે અપહરણ કરનાર ભાઈને ઝડપી પાડયો

 

  સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત વિપુલ સૈની ની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગાડી ની તપાસ કરતા તેમાંથી એક પિસ્તોલ, એક તમંચો અને 19 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતાજેથી પોલીસે જયેશ સૈનિ ની અટકાયત કરી હતી અને પિસ્તોલ, તમંચો, કારટીસ અને કાર સહિત કુલ 5.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે અપહરણ અને આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મિલકતે ભાઈને ભાઈનો દુશ્મન બનાવ્યો છે ત્યારે અપહરણ કરનાર મુખ્ય આરોપી જયેશ સૈની ની પોલીસે અટકાયત કરી છે જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News