ડીસા તાલુકાના ખરડોસણ પ્રાથમિક શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-13 11:31:38
  • Views : 214
  • Modified Date : 2022-03-13 11:31:38

 

ડીસા તાલુકાના ખરડોસણ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 માં એક થી ત્રણ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

 

ડીસા તાલુકાના ખરડોસણ ગામ માં આવેલ ખરડોસણ પ્રાથમિક શાળા ખાતે આજે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને આજે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ મોટી ફી ભરી અને સારો અભ્યાસ મેળવતા હોય છે જેના કારણે દર વર્ષે ખાનગી શાળાઓ માંથી વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે સારુ પ્રદર્શન કરતા તેઓનું ખાસ સન્માન કરવામાં આવતું હોય છે પરંતુ હવે ગ્રામીણ વિસ્તારના બાળકો પણ અભ્યાસ ક્ષેત્રે દિવસેને દિવસે આગળ વધી રહ્યા છે ખાસ કરીને સરકાર દ્વારા હાલમાં ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ માંથી ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેના કારણે હવે ગ્રામીણ વિસ્તારના શિક્ષણમાં પણ દિવસે ને દિવસે સુધારો જોવા મળી રહ્યો છે જે અંતર્ગત ડીસા તાલુકાના ખરડોસણ ગામમાં આવેલ ખરડોસણ પ્રાથમિક શાળા ખાતે  ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓ 1 થી 3 નંબરે ઉત્તીર્ણ થયા હોય તે તમામ વિદ્યાર્થીઓનું આજે શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા સન્માન સમારોહમાં ધોરણ એક થી આઠના ૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માન સમારોહ યોજવાની મુખ્ય કારણ ગ્રામીણ વિસ્તારની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં પ્રોત્સાહન મળી રહે તે માટે ખાસ કરવામાં આવ્યું હતું પ્રસંગે ખરડોસણ ગામના સરપંચ ગીતાબેન નરસિંહભાઇ દેસાઈ, ડેપ્યુટી સરપંચ નરસિંહભાઇ દેસાઈ, જયેશભાઈ દેસાઈ, પનિસંહ સોલંકી, જોગાભાઈ દેસાઈ, પ્રવીણ ભાઈ દેસાઈ, દેવાભાઇ દેસાઈ  મોટી સંખ્યામાં ખરડોસણ ગામ ના લોકો અને શિક્ષકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News