બનાસ નદી પર બાંધવામાં આવેલા બ્રિજની હાલત જર્જરિત થતાં આ બ્રિજને પાંચ માસ પહેલા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-09 17:12:17
  • Views : 274
  • Modified Date : 2022-06-09 17:12:17


ડીસા શહેરમાથી પસાર થતાં નેશનલ હાઇવે પર બનાસ નદી પર બાંધવામાં આવેલા બ્રિજની હાલત જર્જરિત થતાં બ્રિજને પાંચ માસ પહેલા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.. બ્રિજ બંધ થતાં હજારો વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના આખરે હવે ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે સદબુધ્ધિ આવી છે અને જર્જરિત પુલના સમારકામની કામગીરી શરૂ કરાવી છે.. ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે તેવા સમયે હાઇવે ઓથોરીટી કામગીરી શરૂ કરાવી છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.. અન્ય એક વાત પર નજર કરીએ તો નેશનલ હાઇવે ઓથીરિટી દ્વારા કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે તો પાંચ મહિના સુધી કેમ કામગીરી શરૂ કરવામાં ના આવી... તે પણ એક સવાલ છે.. હાઇવે ઓથોરીટી દ્વારા છેલ્લા પાંચ માસથી શા માટે વાહન ચાલકોને પરેશાન કરવામાં આવી રહ્યા હતા... નેશનલ હાઇવે ઓથોરીટી અને મનમાંનીનો ભોગ ડીસાની જનતા બની છે.. કારણ કે ડીસામાં છેલ્લા પાંચ માસથી લોકોને બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.. નેશનલ હાઇવે ઓથોરીટીને જાણે લોકોને પડતી મુશ્કેલીની કોઈ દરકાર ના હોય તેવું તેના વલણ પરથી જોવા મળી રહ્યું છે..

Download Our B K News Today App



Related News