રાજ્યના વરરાજાઓએ લગ્નમંડપ પહેલા મતમંડપને પ્રાધાન્ય આપ્યું, મત આપ્યા પછી ઘોડીએ ચઢ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 12:40:13
  • Views : 254
  • Modified Date : 2021-02-28 12:40:13

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે મતદાનની સાથે લગ્નના પર્વની પણ ઉજવણી જોરશોરથી વિવિધ વિસ્તારોમાં ઉજવાઈ રહી છે. તેવામાં આજે પોતાની ફરજ બજાવવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોના વરરાજાઓ લગ્નમડંપ પહેલા મતદાન બૂથને પ્રાધાન્ય આપ્યું હતું.

    ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય પેટાચૂંટણી માટે મતદાન સવારના 7 વાગ્યાથી પ્રારંભ થઈ ચૂક્યું છે. જેમાં મતદાતાઓ ધીમે ધીમે બુથ પર પહોંચી મત આપી રહ્યા છે. દહેગામ મનપાની ચૂંટણીમાં મતદારોને પ્રેરણા આપતો કિસ્સો જોવા મળ્યો છે. ત્યારે આજે વહેલી સવારે દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર 5ના જીવી જીઈબી મતદાન મથકે આણંદમાં લગ્ન કરવા જઈ રહેલા નિખિલ બારોટ મત આપવા આવ્યા હતા. તેમણે પોતાના લગ્ન પ્રસંગે હાજરી આપતા પહેલા મતદાન કરીને એક જાગૃત નાગરિક તરીકે ફરજ નિભાવી હતી. વરરાજા મતદાન કર્યા બાદ ઘોડીએ ચઢી જાન લઈ નિકળ્યા હતા. તેમણે મતદાન કરવા માટે પહેલાથી જ પ્લાન બનાવ્યો હતો. ચૂંટણીના સાથે લગ્નના મુહૂર્તને સાચવવા માટે તેઓ મત આપવા ઘરેથી વહેલા નિકળી ગયા હતા.

    અમરેલીમાં લોકશાહીના પર્વની મુસ્લિમ સમાજના વરરાજા દ્વારા ઉજવણી કરાઈ. મતદાનની ફરજ અદા કરવા મુસ્લિમ પરિવારના વરરાજાએ પોતાનાને 1 કલાક મોડા પ્લાન કર્યા હતા. તેઓ આખી જાનને લઈને મતદાન બુથ પર આવી પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. વરરાજાની સાથે આખા પરિવારે લોકશાહીના પર્વને મત આપીને ઉજવ્યું હતું. મોહસીન ખોખર નામના વરરાજાએ મતદાન કરવા માટે પોતાના નિકાહને એક કલાક મોડા પ્લાન કરીને એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવી હતી.

    સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં આવેલા વડીયાના આંબેડકર નગરમાં રહેતા પરિવારની કન્યા હિરલ મકવાણાએ પણ લગ્ન પહેલા મતદાન કર્યું. તેઓ લગ્ન મંડપમાંથી બુથ પર મતદાન કરવા પહોંચી ગયા હતા. તેણે લગ્ન વિધિ પહેલા મતદાનને મહત્વ આપ્યુ હતું તેથી કન્યાએ લોકશાહીના પર્વમાં મતદાન કરવાની ફરજ અદા કરી છે. કન્યાએ જાન આવી ગઈ હોવા છતા મત આપવાનું જરૂરી સમજીને બુથ પર વોટ આપવા પહોંચી હતી.

    ભરૂચ ના અલગ અલગ વિસ્તારના બે વરરાજાઓએ રણ મતદાનને પ્રાધાન્ય આપ્યું હતું. જેમાં જંબુસરના કાવા ગામમાં રહેતા હર્ષ પાઠકે લગ્નમંડપમાં પહોંચતા પહેલા મતદાન મંડપને પ્રાધાન્ય આપી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેને મત આપ્યા પછી લગ્ન કર્યા હતા. તો ભરૂચમાં રહેતા સૈયદ પરિવારના પુત્રએ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તે પરિવારની સાથે જાન લઈને બરોડા જવાના હતા પરંતુ તેના પહેલા આખા પરિવારે એક જાગૃત નાગરિકની ફરજ બજાવતા મતદાનને પ્રાધાન્ય આપ્યું હતું.


Download Our B K News Today App



Related News