કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં વરરાજા તેમની દુલ્હનને તેડવા માટે હેલિકોપ્ટર લઈને પહોંચ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:57:46
  • Views : 461
  • Modified Date : 2022-05-19 10:57:46

કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં વરરાજા તેમની દુલ્હનને તેડવા માટે હેલિકોપ્ટર લઈને પહોંચ્યા હતા

 

પછાત બનાસકાંઠા જીલ્લામાં આજકાલ હેલિકોપ્ટર ખૂબ પ્રચલિત બન્યા છે.. કોઈ પરણવા માટે હેલિકોપ્ટર લઈને આવે છે કોઈ માત્ર આણું કરવા માટે હેલિકોપ્ટર લઈને પહોંચી રહ્યા છે.. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં વરરાજા તેમની દુલ્હનને તેડવા માટે હેલિકોપ્ટર લઈને પહોંચ્યા હતા.. અરણીવાડા ગામના પસાભાઈ પરમારની દીકરીના દશ દિવસ પહેલા અમદાવાદના યુવક સાથે થયા હતા.. લગ્ન બાદ પસાભાઈની દીકરી સાસરે ગઈ હતી અને ત્યારબાદ રીતિ રિવાજ મુજબ પરત પિયર પહોંચી હતી અને ત્યારબાદ આજે પસાભાઈની દીકરીનું આણું કરવાનું હતું.. ત્યારે પસાભાઈના જમાઈ તેમની દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર લઈને પહોંચ્યા હતા. કાંકરેજ તાલુકાના નાનકડા અરણીવાડા ગામમાં આજે વરરાજા હેલિકોપ્ટર લઈને પોતાની દુલ્હનને લેવા પહોંચ્યા ત્યારે લોકોના ટોળેટોળાં હેલિકોપ્ટરને એક ઝલક નિહાળવા માટે ઉમટી પડ્યા હતા.. સમાજના રીતિ રિવાજ મુજબ વરરાજા પોતાની દુલ્હનને લઈ પરત અમદાવાદ જવા માટે હેલિકોપ્ટરમાં બેસી રહ્યા હતા ત્યારે પસાભાઈ પરમારનો આખો પરિવાર દુલ્હન અને વરરાજાને વિદાય આપવા પણ પહોંચ્યો હતો..

Download Our B K News Today App



Related News