લારી પર થયેલી બોલાચાલીનો બનાવ હત્યા સુધી પહોંચ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 14:25:15
  • Views : 104
  • Modified Date : 2023-07-01 14:25:15

 અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વેજલપુર વિસ્તારમાં જમવા જેવી સામાન્ય બાબતે બોલાચાલીની ઘટના બની હતી. બોલાચાલી બાદ સમાધાન સમયે એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસે ગુનો નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરી છે.શહેરમાં થોડા દિવસો પહેલા નિકોલમાં હત્યાની ઘટના સામે આવી હતી. જે બાદ વેજલપુરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. બકરી ઈદના દિવસે જ વેજલપુરમાં ફ્તેવાડી કેનાલ પાસે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ઈંડાની લારી પર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી કરનાર બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી બંને વચ્ચે સમાધાન કરવાનું નક્કી થયું હતું . પાન પાર્લર પર બંને પક્ષો સમાધાન માટે ભેગા થતાં ફરી બોલાચાલી થઈ હતી અને જે બાદ મામલો ગરમાયો હતો અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News