ગુજરાતમાં દારૂ ઘુસાડી લાવનાર બુટલેગરોએ વોશિંગ મશીનમાંદારૂ છુપાવીને લાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 17:07:01
  • Views : 80
  • Modified Date : 2024-03-07 17:07:01

ગુજરાતમાં દારુ ઘુસાડવાના અવનવા કિમીયા બુટલેગરો શોધતા જ રહે છે.આવો જ એક નવો કિમીયો અજમાવીને દારુની હેરાફેરી કરવાનો પર્દાફાશ પોલીસે કરી દીધો છે. PCBએ લાખો રુપિયાના દારુના જથ્થાને જપ્ત કરી લીધો છે. પંજાબથી દારૂનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો.અમદાવાદમાં ફરી એકવાર દારુની હેરાફેરી થતી ઝડપાઇ છે. દારુની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો છે. વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. PCBએ લાખોનો દારૂનો જથ્થો પકડી પાડયો છે. 102 વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો છુપાવીને દારુ લઇ જવામાં આવી રહ્યો હતો. પીસીબીએ ટ્રક, દારૂ સહિત 54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News