બનાસકાંઠામાં થરાદ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ પ્રેમી પંખીડાની લાશ મળી આવતા ચકચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-11 13:11:41
  • Views : 2369
  • Modified Date : 2021-06-11 13:11:41

     બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવી છે પરંતુ કેનાલ હવે મોતની કેનાલ સાબિત થઇ રહી છે કારણકે લોકો કેનાલનો આત્મહત્યા કરવા માટે હવે વધુ ઉપયોગ કરી રહ્યા છે આજે પણ કેનાલમાંથી એક પ્રેમી પંખીડા ની લાશ મળી આવી છેથરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં તરતી બે દેખાતા હોવાની માહિતી મળતા સ્થાનિક તરવૈયા સુલતાન મીર તેમજ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કલાકો સુધી ની ભારે જહેમત બાદ પ્રેમી પંખીડાની લાશને બહાર કાઢી હતી તપાસ કરતા યુવક લાખણી નો રહેવાસી 23 વર્ષીય કમલેશ હરજીભાઈ વજીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

Download Our B K News Today App



Related News