થરાદ-સાચોર હાઇવે પર CNG પમ્પ પાસે ખોદેલા ખાડા નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:13:04
  • Views : 265
  • Modified Date : 2022-06-23 11:13:04

થરાદ-સાચોર હાઇવે પર CNG પમ્પ પાસે ખોદેલા ખાડા નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

થરાદના સાચોર હાઇવે પર આવેલા સીએનજી પમ્પ પાસે ખોદેલા ખાડા નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. જેમાં રાહદારીઓને ખોદેલા ખાડા નજીક પડેલો મૃતદેહ નજરે પડતાં આજુબાજુ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

​​બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં થરાદમાં આજે સીએનજી પમ્પ નજીક એક ખોદેલા ખાડા પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. જેમાં રાહદારીઓને ખાડા નજીક મૃતદેહ નજરે પડતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા બનાવની જાણ સ્થાનિક લોકોએ 108ને કરી હતી. 108  ઘટનાસ્થળે પહોંચી થરાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી સીએનજી પંપ નજીક ખાડા પાસે પડેલા યુવકના મૃતદેહને કબજે લઇ પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News