ડીસાના બનાસનદી ના પૂલ નીચેથી નદીના પટ માંથી એક અજાણ્યા યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-29 12:10:19
  • Views : 6229
  • Modified Date : 2021-09-29 12:10:19

     બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાંથી આજે એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ યુવકને લાલ રંગનું બનીયાન અને કાળા રંગની નાઇટી પહેરવા છે. અહીંથી પસાર થતા ભડથ ગામના સુમેરસિંહ વાઘેલાને બનાસ નદીના આખોલ તરફના પુલની કોઠી પાસે લાશ પડી હોવાની જાણ થતાં સુમેરસિંહ વાઘેલાએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથક પહોંચી પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી લાશની ઓળખ કરવાની પ્રયાસ કર્યો હતો. પરંતુ જંગલી જાનવરોએ આ લાશને ક્ષત-વિક્ષત કરી નાંખી હોવાના લીધે તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડી છે. અને વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજન બનાસ નદીના પુલની કોઠી નીચે ભરાતા પાણીમાં ડૂબી જવાથી આ યુવકનું મોત નીપજ્યું છે અને કોઠીનું પાણી ઓસરી જતા લાશ બહાર આવતા લાશની જાણ થઈ છે.

 

Download Our B K News Today App



Related News