અમીરગઢના ખારી ગામ નજીક બબુકારી નદીમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-01 11:04:46
  • Views : 269
  • Modified Date : 2022-04-01 11:04:46

અમીરગઢ તાલુકાના ખારી ગામ નજીક બબુકારી નદીમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ મળી આવતા અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જે કોઈ અજાણ્યા માણસો દ્વારા ત્રણ ચાર દિવસ અગાઉ હત્યા કરી લાશને નદીના કિનારે ઝાડીમાં ફેકી દીધી હોવાની આશંકા સેવાઇ રહી છે જોકે આ લાશ ને અમીરગઢ સામુહિક કેન્દ્રમાં ખસેડયા બાદ પોશમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઓળખ કરી શકાય તેમ જણાઈ રહ્યું છે, આ હત્યા પહેલાં ત્રણ ચાર દિવસ અગાઉ રાજસ્થાન ના ગરવર નજીક ભરાયેલા મેળામાં અમીરગઢ ના ઝાબા ગામના આદિવાસી યુવાન ઉપર મેળામાં એક ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે આ પુરુષ કોણ છે અને કયા કારણોસર મોત નીપજ્યું છે તે પોલીસ તપાસ બાદ જાણી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News