પાલનપુર તાલુકાના સામઢી રાણાજીવાસ ગામ નજીક ખાલી કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 11:32:31
  • Views : 340
  • Modified Date : 2021-07-23 11:32:31

     પાલનપુર તાલુકાના સામઢી રાણાજી વાસ ગામ નજીક આવેલ શિવ નગર પ્રાથમિક શાળા નજીક ખાલી કેનાલમાં આજે વહેલી સવારે કોઈ અજાણ્યા ઇસમની લાશ પડી હોવાનું સ્થાનિકોને માલુમ પડતા ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને કરાતા ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.જે વાળા પોતાના પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર તાબડતોડ દોડી આવ્યા હતા અને આ લાશની ઓળખ વિધિ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્રારા મૃતકની લાશ ની તપાસ કરતા તેના શરીર પર ઈજાઓ થયેલાના નિશાન જણાંતા સામઢી રાણાજી વાસ સરપંચ પતિ વેરશીભાઈ પ્રજાપતિની ફરીયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

     જો કે શિવનગર પ્રાથમિક શાળા નજીકની કેનાલમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલ અજાણ્યા ઈસમની લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Download Our B K News Today App



Related News