નર્મદા નહેરમાં વામી પુલ પાસે એક વૃદ્ધાની લાશ જોવા મળી હતી.. આજુબાજુના લોકોએ તત્કાલિક ફાયર વિભાગના અધિકારીઓ ને જાણ કરતાં બે દિવસ પહેલા કેનાલમા પડેલ લાશને બહાર કાઢવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 12:18:49
  • Views : 217
  • Modified Date : 2022-03-31 12:18:49

 

સરહદી વિસ્તારની નર્મદા નહેરમાં વામી પુલ પાસે એક વૃદ્ધાની લાશ જોવા મળી હતી..  આજુબાજુના લોકોએ તત્કાલિક ફાયર વિભાગના અધિકારીઓ ને જાણ કરતાં બે દિવસ પહેલા કેનાલમા પડેલ લાશને બહાર કાઢવામાં આવી હતી

થરાદની મુખ્ય નહેર જાણે લોકોને પોતાની જીવન લીલા સંકેલી લેવા માટે બનાવવામા આવી હોય તેવું લાગી રહ્યું છે..થરાદ માથી પસાર થતી કેનાલમા અત્યાર સુધી હજારો લાશો મળી ચૂકી છે આજના સમયમાં જાણે લોકોને બધા દુઃખો માટે મોત જ એક રસ્તો લાગે છે તેમ લોકો કેનાલમા પડીને મોતને વહાલુ કરે છે..ક્યારેક ઘરકંકાશથી કંટાળી ને તો કયારે વ્યાપાર ધંધાના ટેન્શનને લઇને લોકો કેનાલમા પડીને પોતાની જીવન લીલા સંકેલી રહ્યા છે.. ત્યારે આજરોજ વામી પુલ પાસે એક વૃદ્ધાની લાશ જોવા મળી હતી.. ત્યારે આજુબાજુના લોકોએ તત્કાલિક ફાયર વિભાગના અધિકારીઓ ને જાણ કરતાં બે દિવસ પહેલા કેનાલમા પડેલ લાશને બહાર કાઠવામાં આવી હતી..કેનાલમા અત્યાર સુધી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી તકેદારી રાખવામા આવતી નથી.. ત્યારે જો રાત્રિ દરમિયાન કેનાલની આસપાસ પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તો આવા બનાવો બનતા અટકી  શકે તેમ છે 

Download Our B K News Today App



Related News