થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત : ઢીમા પુલ પાસે એક વૃદ્ધની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 11:13:12
  • Views : 343
  • Modified Date : 2022-05-27 11:13:12


થરાદ માથી પસાર થતી મુખ્ય કેનાલ લોકો ને સુસાઈડ માટે ની જગ્યા હોય તેમ લોકો તેમાં મોત ની છલાંગ લગાવી રહ્યા છે

 

નર્મદાની નહેર ને જાણે લોકો માટે સુસાઇડ કરવાની જગ્યા બની ગય હોય તેમ લાગી રહ્યું છે નર્મદા નહેર માથી અવાર નવાર  લાશો મળે છે, આજ ના સમય માં લોકો જે ઘર કંકાશ હોય કે બીજા કોઈ કંકાશ હોય કે લોકો કંટાળી ને લોકો કેનાલ મા પડી ને જીવન ટુંકાવી દે છે  ઘણી વખત તો ધંધા રોજગાર ના ટેન્શન થી કંટાળી ને લોકો મોત ને વ્હાલું કરે છે જ્યારે ઘણી વખત તો પ્રેમી પંખીડા સમાજ પરિવાર અથવા બીજા કારણો ને લઇ ને કેનાલ મા ઝંપલાવી ને મોત ને વ્હાલું કરે છે તેવા સમય મા થરાદ ના ઠીમાં પુલ પાસે થી એક વૃદ્ધ વ્યક્તિ ની લાશ મળી હતી જેને નર્મદા કેનાલ પરથી પસાર થતા લોકો જોઈ જતા ફાયર વિભાગ ને જાણ કરી હતી જે બાદ ફાયર વિભાગ ના અધિકારી વિરમ ભાઇ અને નગર પાલિકા ના તરવૈયા સુલતાન ભાઇ મીર જઈ ને લાશ ને બહાર કાઢવામાં આવી

Download Our B K News Today App



Related News