થરાદમાં મંદિરના મેદાનમાં એક વૃદ્ધની લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવતા ચકચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:11:39
  • Views : 469
  • Modified Date : 2021-05-27 11:11:39

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યા જેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યારેક પૈસાની લેતીદેતીમાં,ક્યારેક પ્રેમ પ્રકરણમાં તો ક્યારેક પરિવારની જૂની અદાવતમાં લોકો હત્યા અને આત્મહત્યા જેવી ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ આજે થરાદના હડકવાઈ માતાના મંદિર પાસે બનવા પામ્યો હતો જેમાં હડકમાઈ માતાના મંદિરના મેદાનમાં એક વૃદ્ધની લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળી હતી..જ્યારે આજે સવારે નિત્યક્રમ મુજબ મંદિરે દર્શન કરવા આવેલા લોકોએ આ દ્રશ્ય જોતા લોકો એ તરત જ થરાદ પોલીસને જાણ કરી હતી અને થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી..આ વૃદ્ધનું આત્મહત્યા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.

 

Download Our B K News Today App



Related News