સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત : થરાદની નર્મદા નહેરના ઢીમાના પુલ પાસે યુવકની તરતી લાશ મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-24 11:39:51
  • Views : 504
  • Modified Date : 2021-05-24 11:39:51

     લોકોની સુખાકારી માટે બનાવેલી નર્મદા કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે..ત્યારે આજે થરાદની મુખ્ય નર્મદા નહેરના ઢીમાંના પુલ પાસે વધુ એક યુવકની તરતી લાશ જોવા મળી હતી.

     બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી માટે નર્મદા નદી બનાવવામાં આવી છે. પરંતુ આ નર્મદાની મુખ્ય કેનાલનો લોકો પાણી માટે ઓછો અને આત્મહત્યા કરવા માટે વધુ ઉપયોગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કોઈ એવો મહિનો ભાગ્યે જ પસાર થતો હશે કે, તે મહિનામાં કેનાલમાં પડીને લોકોએ આત્મહત્યા કર્યાની ઘટના સામે ન આવી હોય. લોકોની સુખાકારી માટે બનાવેલી આ કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે. આજે થરાદની મુખ્ય નર્મદા નહેરના ઢીમાંના પુલ પાસેથી યુવકની લાશ તરતી જોવા મળી હતી..તે સમયે રસ્તો જતા રાહદારીઓ, આજુબાજુના ખેતરના લોકો જોઇ જતા લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે આવીને યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી..લાશને બહાર નીકળતા આ યુવક થરાદના શિવનગરના ચૌહાણ પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News