બનાસકાંઠા જિલ્લાના અમીરગઢની સીમમાંથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર : પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-01 12:43:42
  • Views : 273
  • Modified Date : 2021-06-01 12:43:42

     બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવો સામાન્ય બનતા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. અમીરગઢની સીમમાં એક મહિલાની લાશ મળી આવી જે મામલે પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની લાશનો કબજો મેળવી તેની તપાસ કરતાં મહિલાના શરીર પર ચાર થી પાંચ ચપ્પાના ઘા દેખાતા હતા. જે પ્રથમ દ્રષ્ટિએ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથધરી હતી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમીરગઢમાં રહેતી ત્યકતા તરીકે પોતાનાં માતા-પિતા પાસે જીવન વ્યતીત કરતી ભગીબેન નાથબાવા અમીરગઢના નાગજી રબારી સાથે પ્રેમ સંબંધમાં હતી. નાગજી રબારી અને ભગીબેન એકબીજા ને મળતા હતાં. ગઇકાલે પણ ભગીબેન નાગજી સાથે ગયા હતા. જે બાદ તેમની હત્યા કરેલી લાશ મળી હતી. આ સમગ્ર મામલે મૃતક મહિલાની નાની બહેનની ફરિયાદના આધારે આરોપી નાગજી દેસાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

     પોલીસે આરોપી નાગજી દેસાઈની શોધખોળ હાથધરી છે. જ્યારે હત્યા કયા કારણે કરવામાં આવી તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ ત્યકતા મહિલા જ્યારે એક વ્યક્તિના પ્રેમ સંબંધમાં હતી તેમ છતાં તેની ચાકુ ના ઘા ઝીંકી ઘાતકી હત્યા કેમ કરવામાં આવી તેને લઈને અનેક સવાલો છે.

Download Our B K News Today App



Related News