થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી આધેડની તરતી લાશ મળી આવી : લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 11:02:49
  • Views : 224
  • Modified Date : 2022-04-23 11:02:49

થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી આધેડની તરતી લાશ મળી આવી : લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ

 

થરાદના દૂધશીત કેન્દ્ર થી ઢીમા પુર વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલમાં એક આધેડની તરતી લાશ જોવા મળી હતી કેનાલમાં તરતી લાશ જોવા મળતા સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી..

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં દિનપ્રતિદિન કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક થરાદ માંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ દુધશિત કેન્દ્ર થી ઢીમા પુલ વચ્ચે થી પસાર થતી કેનાલમાં એક આધેડને પાણીના વહેણમાં તરતી લાશ જોવા મળતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પાલિકાના તરવૈયાઓ ના મદદથી અજાણ્યા આધેડની કેનાલમાંથી લાશ બહાર નિકાળવામાં આવી હતી મૃતકની લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી આધેડ પુરુષ ક્યાંનો છે કોણ છે તેની થરાદ પોલીસ તપાસ ચલાવી રહી છે

Download Our B K News Today App



Related News