વડગામના મેમદપુરના શહીદનો પાર્થિવદેહ માદરે વતન લવાયો, આખું ગામ ભીની આંખે અંતિમયાત્રામાં જોડાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-15 17:17:51
  • Views : 321
  • Modified Date : 2021-06-15 17:17:51

    વડગામના મેમદપુરના શહીદ જવાનના પાર્થિવદેહને આજે માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા.કરતાં કરતાં શાહીદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવદેહને વતન લવાયો હતો, જ્યાં સમગ્ર ગામ સહિત આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ શહીદના પાર્થિવદેહને માદરે વતન લાવતાં મેમદપુરમાં ગમગીની છવાઈ હતી. વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી

    આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે જસવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહિત અન્ય બે ભાઈ પણ મા ભોમની રક્ષા કરી રહ્યા છે. મેમદપુર ગામમાં રાજપૂત સમાજના ઘણા યુવાનો લશ્કરમાં જોડાયેલા છે. આજે અમને દુઃખ સાથે ગર્વ પણ છે કે દેશની રક્ષા માટે આજે તેઓ શહીદ થયા છે.

    ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે ગામની તમામ જનતા આજે શોકાતુર છે. જવાનના પાર્થિવદેહને અંતિમસંસ્કાર આપવાના છે. સમગ્ર ગામ આજે શોકમાં ડૂબ્યું છે. આજે સમગ્ર ગામ લોકોએ બંધ પાળીને વીર શહીદને શ્રદ્ધાંજલિ આપી છે. જે પરિવારથી જસવંત સિંહ શહીદ થયા છે. તેમના પિતા પણ ફોજમાં હતા અને તેમના બે ભાઈઓ પણ ફોજમાં છે, એટલે પરિવારમાં ત્રણ દીકરા અને પપ્પા આમ ચારેચાર દેશ માટે સમર્પિત હતા. જશવંતસિંહ અમારી રાજપૂત સમાજના ઊગતા યુવાન હતા. તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે.


Download Our B K News Today App



Related News