થરાદના માંગરોળ ગામની સીમમાં એક પ્રેમી યુગલનું ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-24 12:02:08
  • Views : 611
  • Modified Date : 2021-08-24 12:02:08

     થરાદ તાલુકાના માંગરોળ ગામની સીમમાં ગતરોજ એક યુવક અને યુવતીની ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં અરેરાટી પ્રસરી છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.માંગરોળ ગામની સીમમાં વરખડાના ઝાડની ડાળી સાથે રસ્સી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતીનો મૃતદેહ જોવા મળ્યો હતો. તપાસ કરતાં યુવક વાવ તાલુકાના માવસરી ગામનો મહેશભાઇ રતાભાઇ ચૌહાણ અંદાજીત 25 વર્ષ અને યુવતી થરાદના દાંતીયા ગામની સુખીબેન પોપટભાઇ ઠાકોર અંદાજીત 18 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. યુવક માવસરીથી શનિવારે દાંતીયા આવેલ હતી..અને પ્રાથમિક દૃષ્ટિએ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું..બનાવને પગલે બંનેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા.પોલીસ દ્વારા બંન્ને મૃતદેહોને સરકારી હોસ્પીટલમાં ખસેડીને પી.એમ. કરાવવામાં આવ્યું હતું. તેમજ બંન્ને પક્ષોની જાહેરાતના આધારે અક્સ્માત મોતનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

Download Our B K News Today App



Related News