અમીરગઢના બાલુન્દ્રા આદિવાસી યુવકની લાશ મળતાં તેની હત્યા થયાના આક્ષેપો સાથે ત્રણ દિવસથી લાશ ઝાડ પર લટકી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-12 11:29:42
  • Views : 253
  • Modified Date : 2022-06-12 11:29:42

 

લાશ ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકી રહી હોવાથી અહીંયા પણ ચડોતરાં જેવી સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ માંથમણ

 

અમીરગઢના બાલુન્દ્રમાં સાસરે આવેલ જમાઈની લાશ ઝાડ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા યુવકના પરિવારજનો આક્ષેપો કરતા લાશને હજુ સુધી ઝાડ પરથી ઉતારવામાં ન આવતાં ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે

 

રબારિયા ગામની યુવતી ની ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળતાં તેના પરિવાર જનોએ તેને હત્યા કરી લાશને લટકાવી દેવાનો વહેમ રાખી સંકા જનાર યુવકના ઘર પર હુમલો કરી તોડફોડ કરેલ છે અને યુવતીની લાશને સાંકા જનાર યુવકના ઘરે જઈ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા ના વાવડ મળેલ છે આ હજુ સુધી રૂજાયું નથી અને તાલુકાના બાલુન્દ્રાં માં એક લાશ મળી આવત સ્થિતિ વણસી છે

 

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગાંજી પાદની ગામનો યુવક ચાર પાંચ દિવસ પહેલા તેના સાસરે બાલુંદ્રાં ગયેલ હતો અને ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેની લાશ ઝાડ સાથે ફાંસો ખાધેલ હાલતમાં મળેલ હતી આથી મરણજનાર આદિવાસી ના પરિવાર જનોએ યુવકની હત્યા કરી હોવાના આક્ષેપો કરતા ત્રણ દિવસથી ઝાડ પર લાશ લટકી રહી છે પરંતુ તેના પરિવાર મોતનું કારણ ન મળે અને તેના સાસરિ જવાબ ન આપે ત્યાં સુધી લાશને સ્વીકારવાની ના પાડી રહ્યા છે માટે બાલુન્દ્રા માં પણ ગઢડા પાર્ટ ટુ થવાની દહેસાત ફેલાઈ રહી છે માટે બાલૂન્દ્રાં માં પણ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવેલ છે ત્રણ દિવસ થી લાશ ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકી રહી હોવાથી અહીંયા પણ ચડોતરાં જેવી સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ માંથમણ કરી રહી છે

Download Our B K News Today App



Related News