વિદેશી ખેલાડીઓ વિશે બીજા દેશો સાથે વાત કરશે BCCI; T-20 વર્લ્ડ કપ પર નિર્ણય માટે ICC પાસે જૂન સુધી સમય માંગ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-29 13:51:52
  • Views : 222
  • Modified Date : 2021-05-29 13:51:52

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે મહત્વના મુદ્દાઓ પર એક સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું છે કે, આ સિઝનની આઈપીએલની બાકીની 31 મેચ UAEમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું છે કે, UAE તેમના 3 ગ્રાઉન્ડ અબુ ધાબી, શારજાહ અને દુબઈમાં મેચ રમાડવા માટે ખુશ છે.

    ટી-20 વર્લ્ડ કપ વિશે 1 જૂને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મીટિંગ થવાની હતી. BCCI વર્લ્ડ કપને હોસ્ટ કરવા વિશે નિર્ણય લેવા માટે મીટિંગમાં 1 જૂન સુધીનો સમય માંગશે. બોર્ડ વર્લ્ડ કપ વિશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ભારતમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા પણ કરશે.BCCIના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, ટી-20 વર્લ્ડ કપ વિશે 1 જૂને ICCની મીટિંગ થવાની છે. આ સંજોગોમાં SGMનું ઘણું મહત્વ છે. આપણે જોવું પડશે કે ભારતમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ એસોસિયેશન વર્લ્ડ કપ કેટલું તૈયાર છે. ઓક્ટોબર-નવેમ્બરમાં હવે વધારે સમય નથી. અમે આ વિશે સ્ટેટ એસોસિયેશન્સના વિચાર જાણીશું.


Download Our B K News Today App



Related News