ભાજપ યુવા મોરચા દ્વારા થરા ખાતે 400 થી વધુ બાઈક સવારો ની તિરંગા યાત્રા નીકાળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:20:12
  • Views : 226
  • Modified Date : 2022-06-22 11:20:12

 

રાજ્ય કક્ષા ના મંત્રી કાંકરેજ વિધાનસભા કીર્તિ સિંહજી વાઘેલા સ્થાનિક સૌવ યુવા મોરચાના કાર્યકરો જોડાયા

કાંકરેજ તાલુકાના થરા ખાતે તિરંગા યાત્રા યોજાઇ હતી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા માં 400 બાઈક સવારોએ તિરંગા યાત્રા નીકાળી અને સમગ્ર થરાદ શહેરમાં આ યાત્રા ફરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન આઠ વર્ષ પુરા થયા છે જો કે વડાપ્રધાને ગરીબલક્ષી અને કલ્યાણ લક્ષી વિકાસના કામોની યોજનાઓ અને કામો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ની યાત્રા હતી રાજ્યના પ્રોઢ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઇ પટેલ ભાજપ યુવા પ્રમુખ સાગર ચૌધરી થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ સહિત અગ્રણીઓ અને યુવા કાર્યકરો જોડાયા હતા

વડાપ્રધાને ગરીબલક્ષી અને કલ્યાણ લક્ષી વિકાસના કામોની યોજનાઓ અને કામો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ની યાત્રા હતી

બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરી એ જણાવ્યું હતું કે ભારતીય જનતા યુવા મોરચા કાંકરેજ વિધાનસભા દ્વારા આજે ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સેવાના આઠ વર્ષ જેટલો સમય ગાળો પૂર્ણ થયો દરમિયાન યુવા મોરચા દ્વારા સેવા સ્માર્પણ અને ગીરીબ કલ્યાણ લક્ષી યોજના ઓ આ સેવાના આઠ વર્ષ દરમિયાન યુવા મોરચા દ્વારા વિકાસ ની તિરંગા યાત્રા યોજવામા આવી હતી રાજ્ય કક્ષા ના મંત્રી કાંકરેજ વિધાનસભા કીર્તિ સિંહજી વાઘેલા સ્થાનિક સૌવ યુવા મોરચાના કાર્યકરો સાથે 400 થી વધુ બાઈકો ની રેલી થરા શહેર ખાતે યોજાઈ હતી

Download Our B K News Today App



Related News