આવતા અઠવાડિયે જ બેઠક કરીને ભાજપ પોતાના ઉમેદવાર નક્કી કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 11:03:50
  • Views : 320
  • Modified Date : 2020-09-30 11:03:50

    ગુજરાતમાં આઠ બેઠકો માટેની વિધાનસભા પેટાચૂંટણીઓ માટેની તારીખ નક્કી થઇ ગઇ છે. કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કર્યાં મુજબ ત્રણ નવેમ્બરે ચૂંટણી અને દસ નવેમ્બરે મતગણતરી થશે. આ તરફ ભાજપ આવતા સોમવારથી ઉમેદવાર નક્કી કરવા માટેની બેઠકોનો દોર શરુ કરી દેશે. તે સિવાય આ અઠવાડિયાના અંતિમ દિવસોમાં પણ કમલમ પર ચૂંટણીલક્ષી બેઠક મળી શકે છે. જો કે હાલમાં મળતી માહિતી મુજબ ભાજપના નવા અધ્યક્ષ સી આર પાટીલ અગાઉ કોંગ્રેસમાંથી આવેલાં તમામને ટિકિટ મળે તે મતના નથી.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાટીલ અમુક બેઠકો પર ભાજપના જૂના જોગીઓને વધુ સાચવે તેવા અભિપ્રાયના છે. તેથી ઉમેદવાર પસંદગી મામલે નવા જોડાયેલા અને જૂના ભાજપી નેતાના જૂથ વચ્ચે પેશોપેશ રહેશે. આ તરફ ધારી બેઠક પર જ ભાજપ મૂળભૂત રીતે પક્ષના જ કોઇ લેઉવા પાટીદાર નેતાને ટીકીટ આપી શકે છે. શક્ય છે કે આગામી અઠવાડિયામાં જ ઉમેદવાર અંગેનો નિર્ણય ફાઇનલ થઇ જશે.

ભાજપ કોને-કોને ટિકિટ આપશે
કોંગ્રેસમાંથી આવેલાં અનિરુદ્ધસિંહ જાડેજાને અબડાસા, અક્ષય પટેલને કરજણ તથા બ્રિજેશ મેરજાને મોરબી બેઠક પરથી ભાજપમાં ટિકિટ મળી શકે છે. જો કે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

Download Our B K News Today App



Related News