ધાનેરામાં ફરી એકવાર ભાજપની અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:34:15
  • Views : 258
  • Modified Date : 2021-03-11 11:34:15

    બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ફરી એક વખત સંકટના વાદળો ઘેરાયા છે. નગરપાલિકા માં પ્રમુખ, ઉપપ્રમુખ વિરુદ્ધ ભાજપના તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે, કોંગ્રેસ પાસે બહુમત હોવાથી ભાજપ અવિશ્વાસની દરખાસ્ત કેવી રીતે પસાર કરાવશે તેના પર સૌની નજર છે.છેલ્લા 3 માસથી ધાનેરા પાલિકામાં ભાજપ-કોંગ્રેસ રાજકીય સંતાકૂકડી રમી રહ્યા હોય તેવી પરિસ્થિતિ બની રહી છે. થોડાક સમય પહેલા વિકાસના કામોમાં ગેરરીતિ બાબતે સત્તાધારી કોંગ્રેસના 16 સદસ્યોને કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા. ત્યાં જ ભાજપના 11 સદસ્યોએ ફરી એક વખત અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસર સમક્ષ રજુ કરી છે. ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી પણે કામ કરે છે અને વિકાસ કામો કરવામાં પણ નિષ્ફળ નિવડ્યા હોવાના આક્ષેપો સાથે ભાજપનાં તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી.

    ધાનેરા નગરપાલિકામાં રાજકીય દાવપેચ ખેલવામાં ભાજપને ફરી એક વાર પછડાટ ખાવાનો વારો આવ્યો છે. ધાનેરા નગરપાલિકામાં અત્યારે સત્તા પર કોંગ્રેસ છે. ત્યારે ભાજપ દ્વારા ચાર દિવસ અગાઉ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વિરુધ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી.. પરંતુ પૂરતું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસ શાસિત ધાનેરા નગરપાલિકાએ માત્ર ચાર દિવસમાં જ વિશ્વાસનો મત મેળવવા માટે આજે બેઠક બોલાવીને વિશ્વાસનો મત મેળવી લેતા ભાજપ દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો છે.

    કોંગ્રેસના ૧૭ સભ્યોને મ્યુનિસિપાલિટી કમિશનરે સભ્યપદ પર ગેરરીતિ આચરવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.આ અગાઉ પણ ભાજપના સભ્યો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતાં ધાનેરા નગરપાલિકામાં બહુમતી ધરાવતી કોંગ્રેસના ૧૭ સભ્યોને મ્યુનિસિપાલિટી કમિશનરે સભ્યપદ પર ગેરરીતિ આચરવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ હાઇકોર્ટમાંથી સ્ટે લાવતા ભાજપનો દાવ નિષ્ફળ રહ્યો હતો.. ત્યારબાદ બાદ ભાજપ દ્વારા અવિશ્વાસની દરખાસ્તનું અસ્ત્ર ઉગામવામાં આવતા કોંગ્રેસે આસાનીથી વિશ્વાસનો મત મેળવી લીધો છે.

 

Download Our B K News Today App



Related News