ડીસામાં ભાજપ મહિલા મોરચા દ્વારા આ મુદ્દે રેલી યોજવામાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ નિરંજન ચૌધરી માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-01 11:12:25
  • Views : 249
  • Modified Date : 2022-08-01 11:12:25


લોકસભામાં વિપક્ષના નેતા અધિરરંજન ચૌધરીએ દેશના પ્રથમ નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રોપદીને રાષ્ટ્રપત્ની કહેતા દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે ત્યારે ડીસામાં ભાજપ મહિલા મોરચા દ્વારા આ મુદ્દે રેલી યોજવામાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ નિરંજન ચૌધરી માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી

 

લોકસભામાં પોતાના વક્તવ્ય દરમિયાન વિપક્ષના નેતા અધીરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુને રાષ્ટ્રપત્ની કહી દેતા ભાજપ એ તેને મુદ્દો બનાવી દીધો છે. અને કોંગ્રેસ આદિવાસી વિરોધી તેમજ મહિલા વિરોધી હોવાનું કહી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. કોંગ્રેસ નેતા અધિરંજન ચૌધરી તેમજ સોનિયા ગાંધી આ મુદ્દે દેશની તેમજ આદિવાસી સમાજની માફી માંગે તેવી માંગ કરી છે. જે અંતર્ગત ડીસા માં સાંઇબાબા મંદીર પાસે આજે ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ વિરોધ રેલી યોજાઇ હતી. મહિલાઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ કોંગ્રેસ મહિલાઓ અને આદિવાસીઓનો વિરોધ કરતી હોવાનું જણાવી આ મુદ્દે અધિરરંજન ચૌધરી અને સોનિયા ગાંધી માફી માંગે તેમ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News