કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભા.જ.પ.ને સ્પષ્ટ બહુમતી મળતા ભાજપે સત્તા સાંભળી હતી તેમજ પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:58:31
  • Views : 236
  • Modified Date : 2021-10-29 11:58:31

 

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભા.જ.પ.ને સ્પષ્ટ બહુમતી મળતા ભાજપે સત્તા સાંભળી હતી તેમાં પ્રમુખ તરીકે થરા સ્ટેટમાજી રાજવી અને સતત બીજીવાર બિનહરીફ વિજેતા થયેલા પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલાની પસંદગી કરાતા તેમણે આજે વિધિવત નગરપાલિકાના પ્રમુખનું ચાર્જ સંભાળ્યો હતો તેમની સાથે ઉપપ્રમુખ તરીકે નૈષદકુમાર ચીનુભાઈ પાંચાણી (શાહ) એ પણ ચાર્જ સંભાળ્યો હતો..આ પ્રસંગે થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા કે.વાઘેલા, મહામંત્રી ધવલભાઈ ઝવેરી, કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, સહીત કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News