ડીસા ભાજપના કાર્યલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-26 11:25:55
  • Views : 334
  • Modified Date : 2021-09-26 11:25:55

     આજરોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પંડિત દિનદયાલ  ઉપાધ્યાજીની જન્મ જયંતીની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા અમરનાથ કોમ્પલેક્ષ ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યલય ખાતે શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિતે કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા  ડીસાના  ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા  તેમજ જિલ્લાના ઉપાધ્યક્ષ રીટાબેન પટેલ તેમજ શહેર પ્રભારી દક્ષાબેન સોલંકી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી સવિતાબેન હરીયાણી તેમજ ડીસા શહેર પ્રમુખ પ્રતીકભાઈ પઢીયાર મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઈ પટેલ તેમજ વિવિધ મોરચાના હોદેદારશ્રીઓ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ સૌ પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ એમના જીવનમાં કરેલા કામોને યાદ કરીને ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા કાર્યકર્તાઓને જાણકારી આપી હતી અને પાર્ટીને  વધુ મજબૂત કરવા ડીસાના ધારાસભ્યશ્રીએ કાર્યકર્તાઓને સંદેશો આપ્યો હતો.

Download Our B K News Today App



Related News