ડીસા જલારામ મંદિર ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબ પણ ચાલું કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-11 10:37:39
  • Views : 184
  • Modified Date : 2022-04-11 10:37:39

 

  ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ચૈત્રસુદ નવમીના રોજ થયો હતો. શુરવીર, જીતેન્દ્રીય, મર્યાદા પુરુષોત્તમ ચૈત્ર સુદ નવમીના આ દિવસને આપણે સૌ રામનવમી ઉજવીએ છીએ. અસત્ય પર સત્ય, દુરાચાર પર સદાચાર અને દૈત્ય સંસ્કૃતિ પર ઋષિ સંસ્કૃતિના વિજય રૂપી રામનવમીના દિવસનો અનોખો મહીમા હોય છે  સમગ્ર હિન્દુ ધર્મના લોકો ભગવાન શ્રી રામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરતાં હોય છે ત્યારે આજે જલારામ મંદિર ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પણ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે શ્રી રામ જન્મોત્સવ નિમિતે શ્રી જલારામ મંદિર ડીસા ખાતે શ્રી જલારામ સત્સંગ મંડળ દ્રારા ભજનોની રમઝટ બોલાવી હતી જય શ્રી રામ જય જલારામ બાપાના નાદ સાથે જલારામ મંદિર ગુંજી ઉઠ્યું હતું  ઉપસ્થિત કાર્યકમમાં શ્રી જલારામ સેવા મંડળના  કાર્યકર્તાઓ-સેવકોની સરાહનીય કામગીરી જોવા મળી હતી

 શ્રી રઘુવંશી મહિલા મંડળની બહેનો પણ બની સક્રિય..

જય જલારામ મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની પણ સતત હાજરી આપી હતી સાથે-સાથે રામનવમીના પવિત્ર દિવસે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના  ઠંડા પાણીની પરબ ચાલું કરવામાં આવી હતી  જ્યારે ઉનાળાની ઋતુમાં પશુ પક્ષીઓ  માટે શ્વાન માટે ચાટ કુંડા સાથે  પીવાના પાણીનાં ટાંકીનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણીમાં રામભકતો આજે ભકિતમાં લીન થઈ ગરબે ઘુમયા હતાં સમગ્ર

કાર્યક્રમ નિહાળવા ડીસાના નગરજનો અને પત્રકાર મિત્રો પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા જ્યારે રામ નવમીના ઉપવાસ દિન નિમિત્તે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ફરારી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું મોટીસંખ્યામાં જલારામ બાપાના ભક્તોની ઉપસ્થિત માં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News