બાઇકમાં પેટ્રોલ ભરાવી બાઈકર્સ નાસી છૂટ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-05 15:50:05
  • Views : 125
  • Modified Date : 2023-11-05 15:50:05

ભરૂચ : અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં  આવેલ પેટ્રોલ પંપ પર  બે બાઈકર્સ બાઇકમાં પેટ્રોલ ભરાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ ખાતે  સ્પોર્ટ્સ બાઈક પર આવેલા  બાઇક સવાર 2 યુવાન પેટ્રોલ ભરાવી પેમેન્ટ આપ્યા વગર નાસી ગયા હતા.આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. પંપના ફિલરોએ બાઈક સવાર પાછળ દોડવા છતાં ફરાર બાઈક સવાર હાથ લાગ્યા ન હતા. પેટ્રોલ પંપ પર બંને યુવાનો સ્પોર્ટ્સ બાઈક લઈ પેટ્રોલ ભરાવા આવ્યા હતા. પેટ્રોલ પંપના ફિલરે પેટ્રોલ ભરી પંપમાં નોઝલ મૂકી રહ્યો હતો ત્યારે આ સમયની તકનો લાભ ઉઠાવી બાઈક સવાર ફરાર થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News