ડીસાના શાકભાજી માર્કેટમાં મજૂરી કરતા યુવકનું બાઈક રામાપીર મંદિર પાસે પુષ્પાંજલિ હાઈટ શોપિંગ સેન્ટર આગળથી ચોરાઈ જતા યુવકે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 11:28:37
  • Views : 390
  • Modified Date : 2022-08-02 11:28:37

ડીસાના શાકભાજી માર્કેટમાં મજૂરી કરતા યુવકનું બાઈક રામાપીર મંદિર પાસે પુષ્પાંજલિ હાઈટ શોપિંગ સેન્ટર આગળથી ચોરાઈ જતા યુવકે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

 ડીસા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બીજા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય બની છે અને એક બાદ એક વાહન ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે મોટાભાગે શહેરના ભરચક વિસ્તારોમાંથી અત્યાર સુધી અનેક બાઈકોને ઉઠાનતરી થઈ રહી છે ત્યારે ડીસામાં પણ આજે વધુ એક બાઈકની ઉઠાતરી થઈ હતી આ અંગેની વિગત એવી છે કે ડીસાના રાણપુર રોડ પર આવેલ પિન્કસીટી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ચેલાભાઈ માળી શાક માર્કેટમાં છૂટક મજૂરી કામ કરે છે. તેઓ  તેમનું હીરો હોન્ડા સ્પેલન્ડર બાઇક નંબર GJ 08 BG 8284 લઈને બપોરના સુમારે તેમના કાકાના દીકરાની પુષ્પાંજલિ હાઇટ્સમાં આવેલ એસ.એમ. સ્ટુડિયોમાં કામકાજ અર્થે ગયા હતા. તેમણે પોતાનું બાઈક નીચે પાર્ક કરેલું હતું  જે પરત આવીને જોતા તેમનું બાઈક પાર્ક કરેલી જગ્યાએ જણાયું ન હતું. આથી તેઓ શોધખોળ કરતા તેમનું બાઈક ચોરી થયું હોવાની જાણ થતા તેઓએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News