બનાસકાંઠામાં હવે કોરોનાના દર્દીઓની સારવાર માટે નહીં રહે ઓક્જિનની અછત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 14:51:30
  • Views : 623
  • Modified Date : 2021-04-25 14:51:30

        કોરોના મહામારીના પગલે સૌથી મોટો સવાલ ઓક્સિજનની અછતને લઇને છે. છેલ્લા કેટલાય દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ ઓક્સિજનની અછતથી અનેક લોકોને મુશ્કેલી નો સમાનો કરવો પડ્યો. જેને લઈ બનાસ મેડીકલ કોલેજનું નિયામક મંડળ પણ ચિંતિત હતું. બનાસ મેડીકલ કોલેજમાં કોરોના દર્દીઓ માટે નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે. જિલ્લાનું સૌથી મોટું કોવિડ હોસ્પિટલ બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલ છે. જેમાં અત્યારે 170 થી વધારે કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેથી ઓક્સિજન ની સૌથી મોટી જરૂરિયાત બનાસ મેડિકલ કોલેજમાં રહે છે. અનિવાર્ય સંજોગોમાં જો ઓક્સિજન પૂરતો જથ્થો ન મળે તો અનેક દર્દીઓની શારીરિક સ્થિતિ બગડવાની શક્યતા હતી. જેથી બનાસડેરી ચેરમેન શંકર ભાઈ ચૌધરી એ બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પરથીભાઇ ચૌધરી તેમજ સિવિલ સુપ્રિડેન્ટ સાથે તાત્કાલિક ધોરણે મિટિંગ યોજી નવા ઓક્સિજન પ્લાન્ટ ની તૈયારી કરી હતી.

        જેમાં તાત્કાલિક ધોરણે સિવિલ માં પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દરરોજ 1 ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જેથી 70 મોટી ઓક્સિજન બોટલ ઓક્સિજન ઉત્પાદન થશે. જે દિવસ દરમ્યાન કોરોના પોઝીટીવ 35 જેટલા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકે. આ પ્લાન્ટ કાર્યરત કરતા અંદાજીત 2 મહિના જેટલો લાંબો સમય થતો હોય છે પરંતુ બનાસ મેડીકલ કોલેજની ટીમ ની સખત મહેનત થી આ ઓક્સિજન પ્લાન્ટ માત્ર એક અઠવાડિયામાં જ કાર્યરત થયો છે. આ પ્લાન્ટ કટોકટી ના સમયે અને ઓક્સિજન ની અછત વચ્ચે ઉપયોગી બનશે અને કોરોના દર્દીઓનો મુશ્કેલી દૂર કરશે.

     

Download Our B K News Today App



Related News