ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્ને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-31 12:45:45
  • Views : 247
  • Modified Date : 2022-08-31 12:45:45

 

ખેડૂતોની માંગણીને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે પાંચ દિવસથી ચાલી રહેલા ધારણા બાદ પણ સરકાર કોઈ રજૂઆત સાંભળતી ન હોય કિસાન સંઘ દ્વારા તાલુકે તાલુકે કાર્યક્રમો કરી સરકારને ગંભીર ચેતવણી આપવામાં આવી છે.જેમાં ડીસા તાલુકા સંઘ દ્વારા પણ સરકાર તેમની રજૂઆત નહીં સાંભળે તો દૂધ શાકભાજી નું વિતરણ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. .

 

ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્ને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની તેના અગાઉ સરકાર બને તો ખેડૂતોની આવક બમણી કરી આપવાનું વચન આપ્યું હતું.પરંતુ અત્યારે ખેડૂત હતો તેનાથી પણ વધુ દેવાદાર બની ગયો છે.સરકારે ડીઝલ, ખાતર, દવાઓ, બિયારણો સહિતની ચીજ વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો કરી દેતા ખેતી કરવી દુષ્કર બની ગઈ છે.જ્યારે મીટર આધારિત પાણી વિતરણ વ્યવસ્થાથી ખેડૂતોને સિંચાઈ કરવી ખૂબ જ મોંઘી પડી રહી છે. આ તમામ પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘના ટોચના નેતાઓ છેલ્લા પાંચ દિવસથી ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે તેમના સમર્થનમાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકે તાલુકે કાર્યક્રમ યોજાયા હતા. જેમાં આજે બનાસકાંઠા ના ડીસા ખાતે કિસાન સંઘ ના આગેવાનો ની અગત્યની બેઠક યોજાઇ હતી .બેઠકમાં પોતાનો

બાળાપો વ્યક્ત કરી ભાજપ સરકારને કિસાનો એ બેસાડી છે ત્યારે હવે સરકાર કિસાનોની વાત સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોના પ્રશ્નોનું કોઈપણ નિવારણ લાવતી નથી જેથી આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેમજ ગામડામાંથી શહેરોમાં આવતા દૂધ શાકભાજી અનાજ પણ બંધ કરી દેવામાં આવશે તેમ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું, અને જો તેમ છતાં પણ સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો આગામી ચૂંટણીમાં સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી છે . . .

 

Download Our B K News Today App



Related News