ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન પાંચેય દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 13:39:46
  • Views : 181
  • Modified Date : 2021-06-18 13:39:46

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મહાસંગ્રામ 18 જૂનના રોજ સાઉથહેમ્પટનમાં યોજાશે. આ મેચ પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર હશે. તેવામાં આ ફાઇનલ મેચ અંગે અત્યંત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ મેચમાં વરસાદ વિઘ્ન નાખે એવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા જઇએ તો પાંચેય દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડમાં જો કોઇ મેચ આપણે રમતા હોઇએ તો હવામાન મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઈંગ્લિશ કંડીશન ચંચળ હોય છે. અહીંયા ગમે ત્યારે વરસાદના દેવતાઓ પણ ક્રિકેટ મેદાનમાં ઉતરી શકે છે. જો આવું થશે તો ક્રિકેટ ફેન્સની સાથે ખેલાડીઓને પણ મેચમાં ગ્રીપ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

    ICCના નિયમો અનુસાર જો મેચ ડ્રો અથવા ટાઇ રહી, તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્લેઈંગ-11 જાહેર કરી દીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 2 સ્પિનર્સ અને 3 ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતરશે. અશ્વિન અને જાડેજા સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા પેસ બોલિંગની જવાબદારી સંભાળશે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે.


ભારતીય ટીમ : 

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

Download Our B K News Today App



Related News