કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઇડી દ્વારા ખોટી કનડગત થઈ રહી હોવાના આક્ષેપો સાથે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા કોંગ્રેસે ધરણાં યોજ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 11:49:41
  • Views : 222
  • Modified Date : 2022-06-18 11:49:41

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઇડી દ્વારા ખોટી કનડગત થઈ રહી હોવાના આક્ષેપો સાથે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા કોંગ્રેસે ધરણાં યોજ્યા હતા

 

કોંગ્રેસે ધરણાં યોજી ભાજપ સરકાર સામે કર્યો ઉગ્ર સૂત્રોચ્ચાર

 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં ધરણા યોજી ભાજપ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા

 

ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ખોટી રીતે કનડગત થઈ રહી છે. ઇડી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી પૂછપરછના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું સમર્થન કર્યા ધરણાં યોજી ભાજપ સરકારના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News