કોર્પોરેશનના સત્તાધીશોએ રથ અને સંતો-મહંતોનું સ્વાગત કર્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 14:28:02
  • Views : 88
  • Modified Date : 2023-06-20 14:28:02

જમાલપુર નીજમંદિરેથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિમય માહોલમાં ધીમે-ધીમે આગળ વધી હતી. નિયત રૂટ પરથી પસાર થઈને રથયાત્રા દાણીલીમડા સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી હતી. જ્યાં કોર્પોરેશનના સત્તાધીશોએ રથ અને સંતો-મહંતોનું સ્વાગત કર્યું હતું.મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ભાજપના કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તો આ તરફ ભગવાનના મોસાળ ગણાતા સરસપુરમાં ભગવાન જગન્નાથને આવકારવા સરસપુરવાસીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સરસપુરવાસીઓ દ્વારા રસ્તાઓ પર પાણી રેડીને તેને ધોવામાં આવ્યા છે. સરસપુરમાં જ્યારે ભગવાન જગન્નાથ આવે છે ત્યારે ભક્તો સાથે ભગવાનને પણ ભોગ ધરાવવામાં આવે છે. જે માટે ભગવાન જગન્નાથને ભોગ ધરાવવાની ખાસ વિધિ હોય છે. વિશેષ પ્રસાદ અને યમુનાજળથી જારી ભરવામાં આવે છે. જે પછી પુરીની યાત્રાની જેમ જ વિધિ વિધાન અનુસરી ભોગ ધરાવાય છે.

Download Our B K News Today App



Related News