થરાદ લમ્પી વાયરસ પીડિત ગૌવંશની મદદે ઊંઝા ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા ઔદિત્ય બ્રહ્મ સમાજ ટીમ સરહદી વિસ્તારમાં માદરે વતન સારવાર અર્થે પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-30 12:02:36
  • Views : 271
  • Modified Date : 2022-08-30 12:02:36

થરાદ લમ્પી વાયરસ પીડિત ગૌવંશની મદદે ઊંઝા ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા ઔદિત્ય બ્રહ્મ સમાજ ટીમ  સરહદી વિસ્તારમાં માદરે વતન  સારવાર અર્થે પહોંચી

      થરાદ વાવ સુઇગામ પંથકમાં એવા સરહદી વિસ્તારમાં લંમ્પી વાયરસ બીમારીમાં ભોગ બનેલી ગાયોને સારવાર અર્થે ઊંઝા ધંધાર્થે સ્થાયી થયેલ ઔદિત્ય બ્રહ્મ સમાજ ટીમ પોતાના માદરે વતન થરાદ વાવ સુઇગામ  પંથકમાં આવેલી  ગૌશાળાઓ તેમજ રસ્તે રખડતી બિનવારસી  પીડિત ગાયોને સારવાર અર્થે મદદ કરવા સેવાનું કાર્ય કરવા બીડું ઝડપ્યું છે

       સરહદી પંથકમાં ગાયોને લંમ્પી વાયરસ બીમારી પ્રસરી જતાં ગૌવંશ મોટા પ્રમાણમાં મોતને ભેટી રહ્યું છે જેમાં સ્થાનિકો દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરી ગૌવંશને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે થરાદ વાવ સુઇગામ પંથકમાંથી ઊંઝા ખાતે ધંધાર્થે સ્થાઈ થયેલ ઔદિત્ય બ્રહ્મ સમાજના યુવાન મિત્રોએ પોતાના માદરે વતનમાં ગૌવંશ ઉપર આવી પડેલ કુદરતી આફતી સમયે વતન તરફીનો પ્રેમ દાખવી ઔષધી લાડુ તેમજ  મેડિકલ કીટ સાથે ટીમ થરાદ ખાતે પહોંચી સરહદી પંથકના ત્રણ તાલુકાઓમાં પીડિત ગાયોની સારવારમાં જોડાઈ સેવા કરવાનો પ્રેમ દાખવતાં સ્થાનિક લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે

Download Our B K News Today App



Related News