જય રણછોડ માખણ ચોરના નાદથી આજે ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 12:19:38
  • Views : 162
  • Modified Date : 2022-07-02 12:19:38

 

જય રણછોડ માખણ ચોરના નાદથી આજે ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.. આજે ડીસા ખાતે શહેરના સહુથી પ્રાચીન હઠીલા હનુમાન ના મંદિરથી ૨૪ મી શોભાયાત્રા નીકળી હતી.. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.. શોભાયાત્રાના ૬ કિલોમીટર લાંબા રુટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું.

 

વઆજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા પર નીકળ્યા હતા.ત્યારે ડીસામાં પણ દરવર્ષની જેમ સુભાષ સેવા સમિતિ દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે. ત્યારે આજે ડીસા શહેરના હઠીલા હનુમાન ના મંદિરથી  નીકળેલી ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા ધામધૂમ પૂર્વક નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિસાલા મંદિરથી એસ.સી.ડબલ્યુ. ચાર રસ્તા, અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને

સાઈબાબા મંદિર પહોંચી હતી. જ્યાં  ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રુટ પર આગળ વધી હતી. ત્યારબાદ ફુવારા સર્કલ પહોંચી હતી. અને ત્યારબાદ નિજ મંદિર પરત ફરી હતી.. આ શોભાયાત્રામાં લાઈવ ડી.જે., ઘોડા, ઊંટલારીઓ, આનંદ ગરબા મંડળીઑ, ભજન મંડળીઓ, અખાડાઑ, સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

Download Our B K News Today App



Related News