ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 11:57:32
  • Views : 190
  • Modified Date : 2022-10-06 11:59:45

ગુજરાતમાં આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગોને આર્ત્મનિભરતા માટે સહાયની આ 'ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ' જાહેરાત કરી છે. આર્ત્મનિભર ભારતનું સપનું સાકાર કરવા માટે આયાત પરની ર્નિભરતા ઘટાડવા સાથે ઊર્જા ર્સ્વનિભરતા વધારવાનો અને કોરોના મહામારી પછીના સમયમાંથી વિશ્વ બહાર આવી રહ્યું છે ત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતનું વ્યૂહાત્મક સ્થાન બનાવવાનો ધ્યેય છે. આ સ્કીમ્સનો મૂળ આશય ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે ત્યારે ગુજરાત પણ ઉદ્યોગોને આકર્ષી સ્થાનિક ઉત્પાદનોને સહયોગ પૂરો પાડીને રોજગાર અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રોમાં આર્ત્મનિભરતા પ્રાપ્ત કરે તે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઉદ્યોગોને કલીનર મેન્યૂફેકચરીંગ પ્રેક્ટીસીસ અને ડી કાર્બનાઇઝેશન ઇનીશ્યેટીવ અપનાવી વિશ્વ સાથે સ્પર્ધામાં ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવા આ સ્કીમ્સ જરૂરી છે. આ 'આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર ઇન્સેટીવ્ઝ ટૂ ઇન્ડસ્ટ્રીઝ' દ્વારા રાજ્ય સરકારે ઉદ્યોગ સાહસિકોની ઊદ્યમીતા અને તેમની અપેક્ષાઓ, તેમના રોકાણના જોખમો ઓછા કરી વધુ પ્રોત્સાહન આપવાનો ધ્યેય રાખ્યો છે.આ સ્કીમ્સ રાજ્યમાં ઊદ્યમીતા-ઉદ્યોગ સાહસિકતા માટે નવું વાતાવરણ સર્જવા સાથે યુવા સાહસિકોને ઇનોવેશન દ્વારા જોબ ક્રિએટર બનવા માટે પ્રેરિત કરશે અને વિશાળ સંખ્યામાં ક્વોલિટી જોબ ઓર્પોચ્યુનિટી ઊભી થશે. એટલું જ નહિ, એમએસએમઈ, લાર્જ અને મેગા એન્ટરપ્રાઇઝીઝને મળનારા એમ્પ્લોયમેન્ટ લીન્કડ ઇન્સેટીવ્ઝથી રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કફોર્સ તૈયાર કરવામાં પણ ગતિ આવશે. રાજ્યમાં એમએસએમઈને ખિલવા અને વિકસવાની વધુ મોકળાશ તથા પ્રોત્સાહનો આપવા સાથે યુવાશક્તિની ઊદ્યમીતાને વિસ્તારવા આ સ્કીમ્સમાં એમએસએમઈ સહિતના સેક્ટર્સ માટે ઉદાર પ્રોત્સાહનો-ઇન્સેટીવ્ઝ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર યોજનાથી આવનારા દિવસોમાં ગુજરાત દેશમાં મેન્યૂફેકચરીંગ લેન્ડ સ્કેપમાં આર્ત્મનિભરતાથી આગવું સ્થાન ઊભું કરશે એવો વિશ્વાસ ઉદ્યોગ રાજ્ય મંત્રીએ દર્શાવ્યો હતો.  આ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝને પરિણામે રાજ્યમાં રૂ. ૧૨.૫૦ લાખ કરોડનું જંગી રોકાણ આવશે એવો અંદાજ રાખવામાં આવ્યો છે. એટલું જ નહિ, ૧૫ લાખ જેટલા વિશાળ રોજગાર અવસરોનું પણ સર્જન આના પરિણામે થશે. આ સ્કીમના લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News