દેશમાં કોલસાનો જથ્થો ટાર્ગેટ કરતા નીચો જઇ રહ્યો છે..કોલસાની અછતના કારણે વીજળીની કટોકટી સર્જાઇ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 11:42:34
  • Views : 273
  • Modified Date : 2022-04-30 11:42:34

દેશમાં કોલસાનો જથ્થો ટાર્ગેટ કરતા નીચો જઇ રહ્યો છે..કોલસાની અછતના કારણે વીજળીની કટોકટી સર્જાઇ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે

ભારત આ વર્ષે પણ કોલસાની કટોકટીનો સામનો કરી રહ્યું છે. કોલસા ઉત્પાદક કોલ ઈન્ડિયાએ ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને કોલસાની ડિલિવરી ઘટાડી દીધી છે. તેના બદલે તે પાવર પ્લાન્ટને સપ્લાય કરે છે જેથી વીજળીની કટોકટી પેદા ન થાય. હાલમાં દેશમાં કોલસાનો જથ્થો ટાર્ગેટ કરતા નીચો છે અને ઉનાળામાં વીજળીની માંગમાં જોરદાર વધારો થયો છે.

ગયા વર્ષે ભારતે કોલસાની અછતના કારણે કટોકટીનો સામનો કર્યો હતો. તેમાંથી આપણે બોધપાઠ શીખ્યા નથી તેથી ચાલુ વર્ષે પણ આવી જ કટોકટી પેદા થઈ રહી છે. દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા (CIL)એ ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને કોલસાની ડિલિવરી ઘટાડી દીધી છે. તેના બદલે તે પાવર પ્લાન્ટને સપ્લાય કરે છે જેથી વીજળીની કટોકટી પેદા ન થાય. હાલમાં દેશમાં કોલસાનો જથ્થો ટાર્ગેટ કરતા નીચો છે. ઉનાળામાં વીજળીની માંગમાં જોરદાર વધારો થાય છે ત્યારે કોલસાની અછત એક મોટો પડકાર છે.

રેલવે વેગનની પણ અછત હોવાથી કોલસા ઉત્પાદક કંપનીએ પ્રોડક્શન હબને ટ્રેનના બદલે ટ્રકનો ઉપયોગ કરીને કોલસાનું પરિવહન કરવા માટે જણાવ્યું છે. ટ્રક દ્વારા કોલસાને સપ્લાય કરવાથી કોલસાની ડિલિવરીમાં ઘટાડો થવાની શક્યતા છે.
કેટલીક એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીઓ વીજળીનો ઉપયોગ કરવામાં પણ સૌથી આગળ છે. તેમણે માર્ચ મહિનામાં સ્થાનિક કોલસા માટે 450 ટકા પ્રીમિયમની ચુકવણી કરી હતી. ગયા વર્ષે સમગ્ર દેશમાં કોલસાની અછતના કારણે વીજળીની કટોકટી પેદા થઈ હતી. ત્યાર બાદ ડિલિવરી પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે જેથી સ્મેલ્ટર્સ ચિંતિત છે. વિદેશથી કોલસાની આયાત કરવાનો ખર્ચ ઘણો વધી ગયો છે.

 

દેશમાં કોલસાથી ચાલતા ૧૩૫ પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુમાં કોલસાનો પુરવઠો ખતમ થઈ રહ્યો છે. અનેક પાવર પ્લાન્ટ પાસે બે દિવસનો જ સ્ટોક વધ્યો છે. આમ થશે તો દેશના અનેક શહેરોમાં અંધારપટ છવાઈ જશે..

 

Download Our B K News Today App



Related News