અમદાવાદ રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળથી આવેલી ટ્રેનના 300 જેટલા મુસાફરો ટેસ્ટ કરાવ્યા વિના જ શહેરમાં પ્રવેશ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 16:25:59
  • Views : 294
  • Modified Date : 2021-05-06 16:25:59

    હાઇકોર્ટ ટકોર કર્યા બાદ AMCએ નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદમાં આવતા તમામ લોકોનો RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે.પરંતુ રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું કોઈ ચેકિંગ કે તેમના રીપોર્ટ પણ ચેક કરવામા આવતા નથી. મુસાફરો સીધે સીધા જ શહેરમાં પ્રવેશીને તેમના ઠેકાણે પહોંચી જાય છે. આ પરિસ્થિતિમાં કોરોના વકરશે તેની જવાબદારી કોની? આવા અનેક સવાલો ઊભા થયાં છે.

    અમદાવાદ રેલવે સ્ટેશન પર પશ્વિમ બંગાળના હાવરાથી આવેલી ટ્રેનમાં આવેલા મોટાભાગના મુસાફરો પાસે કોરોના ટેસ્ટ નો રિપોર્ટ ન હતો. તેમને આ નિયમની જાણ હતી કારણ કે અગાઉ રાજ્ય સરકારે પણ રાજ્યમાં આવતા લોકો પાસે RTPCR રિપોર્ટ ફરજિયાત ચેક કરવા આદેશ આપ્યા હતા. જેથી લોકો એ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ માટે લાંબી લાઈન લગાવી હતી.જેમાં 250 જેટલા લોકો ટેસ્ટ કરાવવા માટે ઉભા હતા.બાકીના મુસાફરો પાસે રિપોર્ટ છે કે નહીં તે પૂછવામાં આવતું ન હતું.

    સ્ટાફના સંકલનનો અભાવ કહો કે અપૂરતો સ્ટાફ તેઓના કારણે 300થી વધારે મુસાફરો રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા હતાં. આ જોઈને ટેસ્ટિંગની લાઈનમાં ઉભેલા લોકોએ પણ ચાલતી પકડીને ત્યાંથી છટકી ગયા હતાં. હાલ અમદાવાદમાં પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ સૌ કોઈ જાણે છે. છેલ્લા 5 દિવસથી કેટલાક રાહતના સમાચાર પણ આવી રહ્યા છે. જેમાં હવે રીકવરી રેટ વધી રહ્યો છે અને લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે.હવે આવામાં રેલવે સ્ટેશનની આવી બેદરકારી ને કારણે શહેરમાં ફરીથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે.આ 300 લોકો માં કેટલાક લોકો સુપર સ્પ્રેડર પણ સાબિત થઈ શકે છે.

    અમદાવાદ રેલવે સ્ટેશન પર AMCની મેડિકલ ટિમ અને ધન્વંતરી રથની ટીમ એમ મળીને 6 ટીમ મૂકવામાં આવી છે. સાથે રેલવેના પોલીસ કર્મીઓ અને થર્મલ સ્ક્રીનીંગ માટે 4 લોકોનો સ્ટાફ પણ આ કામે લાગ્યો છે. છતાંય આવી બેદરકારી વર્તાય તો હવે એમાં ચોક્કસ રીતે કહી શકાય કે તેઓ વચ્ચે કોઈ સંકલન નથી. આથી હવે તંત્ર એ પણ જાગવું પડશે અને યોગ્ય પગલાં લેવા જોઈએ. તો જ અમદાવાદના નાગરીકોને સુરક્ષિત રાખી શકાશે અને સંક્રમણથી બચાવી શકાશે.


Download Our B K News Today App



Related News