૩૧ જુલાઈ સુધી વેપારીઓનું વેક્સિનેશન પૂર્ણ કરવા હેતુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 13:42:16
  • Views : 326
  • Modified Date : 2021-07-26 13:42:16

     વેપારીઓને ૩૧ જુલાઈ સુધી વેક્સિન લઈ લેવાની સૂચના ને પગલે  રવિવારે વેક્સિનેસન સેન્ટર ચાલુ રખાયા હતા. સેક્ટર ૮ ના વેક્સિનેશન સેન્ટર પર સવારથી વેપારી વર્ગનો  વેક્સિન લેવા માટે ભારે રસ જાેવા મળ્યો હતો. સવારથી જ ૧૧ વાગ્યા સુધી ૧૦૦ જેટલા લોકોને વેક્સિન અપાઈ ગઈ હતી. એક સેન્ટર પર ૩૦૦ જેટલો વેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા હતા. તો વેપારી વર્ગ સાથે રવિવાર હોવાથી આમ પબ્લિકનો  પણ વેક્સિન લેવા માટે સેન્ટર પણ રસ જાેવા મળ્યો હતો. વેપારી વર્ગમાં ખાસ નાના વેપારીઓ, બ્યુટીપાર્લર, જીમ સ્વિમિંગપુર, સલુંન અને કારીયાણાના વેપારીઓ ઉપરાંત શોપિંગ કોમ્પ્લેક્સના વેપારીઓ વેક્સિનેસન સેન્ટર પર વેક્સિન લેવા માટે આવ્યા હતા. બુધવાર મમતા દિવસ અને સાથે રવિવારે પણ સરકારે વેક્સિનેશન સેન્ટર બંધ રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ ૩૧ જુલાઈ સુધી તમામ વેપારીઓનું વેક્સિનેશન પૂર્ણ થાય તે હેતુથી રવિવારે પણ વેક્સિન સેન્ટર ચાલુ રખાયા હતા જેમાં લોકોનો ઘસારો જાેવા મળ્યો હતો.

 

Download Our B K News Today App



Related News