જો જરૂરી હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીથી ખાનગી હોસ્પિટલોમાં નિ: શુલ્ક સારવાર આપશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:16:03
  • Views : 224
  • Modified Date : 2021-03-19 11:16:03

    કોરોના કેસ ઘટતાં મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલોને બેડ સરેન્ડર કરી દીધા છે. કેસ વધશે તો મ્યુનિ. ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને નાગરિકોને મફતમાં સારવાર મળશે તેવી સ્પષ્ટતા અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કરી છે.

    સ્ટેન્ડિંગમાં શહેરમાં કોરોનાને લીધે વકરતી જતી સ્થિતિ અંગે ચર્ચા થઈ હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શહેરીજનોને બચાવવા માટે જ એએમટીએસ અને બીઆરટીએસ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. હાલમાં મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા બે દિવસમાં સિવિલ, સોલા સિવિલ અને આહ્ના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં 160 દર્દીનો વધારો થયો છે. બે દિવસ પહેલા આહ્ના સાથે સંકળાયેલી અને કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાં 487 દર્દી હતા, બે દિવસમાં કેસ વધતાં અત્યારે 577 દર્દી છે. જેમાં 38 વેન્ટિલેટર સાથેના આઈસીયુમાં તેમજ 88 વેન્ટિલેટર વિનાના આઈસીયુમાં છે.

    કોરોનાના કેસને પગલે આહનાએ ફરીથી કોવિડ હોમ કેર સર્વિસ અને કોલ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ મીટિંગમાં પથારીવશ વૃદ્ધોને હોમ વેક્સિનેશન સુવિધા આપવા જેવા સૂચન કર્યા છે. તેમજ રાજ્યમાં પ્રવેશતા દરેક વ્યક્તિ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવવો જોઈએ. આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવી જણાવે છે કે, બે મહિના દરમિયાન કોરોનાના કેસ ઘટી જતાં કોરોનાની સારવાર આપતી મોટાભાગની હોસ્પિટલોમાં સેવા ક્રમશ બંધ કરાઈ હતી. હોમ કેર સર્વિસની માહિતી માટે 20 માર્ચથી ખાસ કોલ સેન્ટર શરૂ કરાશે. રજાના દિવસો સિવાય સવારના 8થી રાત્રે 8 સુધી રવિવાર તેમજ તહેવારોમાં સવારે 9.30થી સાંજના 6.00 વાગ્યા સુધી 079-26409999 અને 079-26403333 પર ફોન કરીને માહિતી મેળવી શકાશે.

    કોરોનાનું સંક્રમણ ફરી વધતા કોંગી ધારાસભ્યએ હાઇકોર્ટ ચીફ જસ્ટિસને પત્ર લખીને ખાનગી હોસ્પિટલોમાં ફરીથી સરકારી ખર્ચે કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવવા માગ કરી છે. કાબૂમાં આવી ગયેલો કોરોના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચ મેચ અને ચૂંટણીઓ રેલીઓના લીધે કાબૂ બહાર થયો છે. સરકારે ખાનગી ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં ફરીથી સરકારી ખર્ચે સારવાર ઉપલબ્ધ કરાવવા હાઇકોર્ટમાં દાદ માગી છે. ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ કરાયો હતો. જેમાં એકઠા થયેલ લાખો લોકોને કારણે કોરોનાની ભયાવહ સ્થિતિ આપણે ભોગવી ચૂક્યા છીએ. છતાં આ વર્ષે મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચોમાં 65થી 70 હજારથી વધારે મેદની ભેગી કરાતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા શહેરમાં કોરોના વકર્યો છે.

    બીજી બાજુ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 298 કેસ નોંધાયા હતા અને 2 દર્દીના મૃત્યુ થયા હતા. 104 દિવસ પછી આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ દિવસમાં જ 1171 કેસ નોંધાઈ ચૂક્યા છે. 4 ડિસેમ્બરે 298 કેસ નોંધાયા છે. 250 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હજુ પણ હોસ્પિટલોમાં 738 એક્ટિવ કેસ છે. કેસની સમીક્ષાને આધારે 23 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે 5માંથી કન્ટેઈનમેન્ટ હટાવાયું છે.

    મોડી રાત્રે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરી 250થી વધુ પાનના ગલ્લા અને 400 ચાની કિટલીઓ બંધ કરાવી હતી. પોલીસ કર્મચારીઓને પણ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલવા અને કર્ફૂયના સમયમાં કામ વગર ઘરની બહાર નીકળનારા લોકોને પકડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News