અમદાવાદમાં કોરોનાને કારણે આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ, 8409 વિદ્યાર્થીઓને ગયા વર્ષે લાભ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 15:11:24
  • Views : 254
  • Modified Date : 2021-03-25 15:11:24

    મફત શિક્ષણ મેળવવાના હક માટે ગુજરાત બોર્ડમાં RTEનો નિયમ લાગુ પડે છે. RTE હેઠળ સ્કૂલમાં પ્રવેશવા માટેની અરજી પ્રક્રિયાની શરૂઆત દર વર્ષે માર્ચ મહિનામાં થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે આ પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી. કોરોનાને કારણે હજુ આ પ્રક્રિયા મે મહિનામાં શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગયા વર્ષે 8409 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો.આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના બાળકોને વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ અપાતો હોય છે, જે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, તેનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. ઉપરાંત RTE હેઠળ પ્રવેશ લેનાર બાળકોના વાલીઓના ખાતામાં વાર્ષિક 3 હજાર રૂપિયાની રકમ જમા થાય છે. જેનાથી બાળકોના પાઠ્યપુસ્તકોથી લઈને તમામ સામગ્રી માટેનો ખર્ચ નીકળી શકે.

    શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રકારે RTE હેઠળ મફત શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગત વર્ષે 23,800 ફોર્મ અમદાવાદમાં ભરાયાં હતા. જેમાંથી 16519 ફોર્મ માન્ય કરવામાં આવ્યા હતા અને 3302 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત એક જ વિદ્યાર્થીના 2 ફોર્મ પણ ભરાયાં હતાં, તેવા 4000 કરતા વધુ ફોર્મ પણ હતા. તમામ ચકાસણી પૂરી કર્યા બાદ 8409 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

    વર્ષ 2009થી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી.આજે અમદાવાદમાં 42,000 કરતા વધુ વિદ્યાર્થીઓ RTE હેઠળ લાભ લઈને અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે કોરોનાના વધતા કેસ વચ્ચે RTEની પ્રકિયા શરૂ થવી શક્ય નથી, જેથી એપ્રિલના અંતમાં અથવા મે મહિનાની શરૂઆતમાં પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.


Download Our B K News Today App



Related News